મેઘરાજા સમગ્ર ઉત્તર ભારતને ધમરોળી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત ભારે વરસાદને લઇને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે દેશના 8 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બિહાર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઓડિશા, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. છેલ્લા 24 કલાકમાં દિલ્લી, ગોવા, તેલંગાણા સહિત 6 રાજ્યોમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.