ભાવનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વેચાણ માટે જે ઉત્પાદન લાવે તેના પર વેપારીઓ કપાત કરે છે તેવી ફરિયાદના આધારે બે થી ત્રણ દિવસ ભાવનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડ બંધ રહેવા પામ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા 2015માં પણ વેપારીઓ દ્વારા માલના વજન સમયે કરાતી કપાત નહીં કરવા પરિપત્ર બહાર પાડવા છતાં ભાવનગર જિલ્લાના યાર્ડમાં કપાત કરવામાં આવી.