નાયબ મુખ્ય પ્રધાન બન્યા બાદ. હર્ષ સંઘવી. પહેલીવાર સુરત પહોંચ્યા હતા. જ્યાં તેમણે. સુરત પોલીસ અને જિલ્લા પોલીસના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. પોલીસ કમિશનર અને રેન્જ આઈજી સહિતના અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થતિ રહ્યા હતા. આ સમયે હર્ષ સંઘવીએ લવ જેહાદ વિરુદ્ધ કડક પગલાં લેવા પોલીસ અધિકારીઓને ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે તે સાચા પ્રેમનો વિરોધ નથી કરતાં. પરંતુ, જ્યારે દીકરીઓને ખાસ મોડેસ ઓપરેન્ડીથી ફસાવવામાં આવતી હોય. ત્યારે કાયદાકીય પુસ્તકમાં વાંચીને કાર્યવાહી કરવાને બદલે. અધિકારીઓને દિલથી વિચારીને પગલાં લેવા જોઈએ કે તેની જગ્યાએ તેમની દીકરી હોત તો શું કરત ? તેમણે કહ્યું હતું કે એવી કાર્યવાહી થવી જોઈએ કે ગુજરાતની હદમાં કોઈ આવું કરવાનું વિચારી પણ ન શકે.