નવરાત્રીનો અવસર હોય અને ગુજરાતીને ગરબા રમવાનો થનગનાટ ન ચઢે. તે તો કેમ બને ! કલાકારોથી લઈ નેતાઓ પણ... ગરબાની "મોજ" માણવાની તક ઝડપી જ લેતા હોય છે. ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ... એક આગવા જ અંદાજમાં જોવા મળ્યા. નવરાત્રીના રંગે રંગાયેલા અને ગરબા રમતા નજરે પડ્યા. હર્ષ સંઘવીએ સુરતના વિવિધ ગરબા ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. આ સમયે તે પણ લોકોની સાથે ગરબાની મોજ માણતા જોવા મળ્યા. આમ તો સંઘવી જાહેર મંચથી વિરોધીઓ પર શાબ્દિક પ્રહાર કરવા માટે જાણીતા છે. પરંતુ ગરબા ગ્રાઉન્ડમાં તેમણે જાહેર મંચથી. ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો. એટલું જ નહીં તેમના અવાજમાં પ્રસિદ્ધ ગરબા સહિત ભક્તિગીતોની રજૂઆત પણ કરી. વિવિધ ગરબા આયોજનોની મુલાકાત લઈ હર્ષ સંઘવીએ યુવાનોને ચિંતામુક્ત થઈ. રાતભર ગરબાનો આનંદ માણવા જણાવ્યું હતું. તેમજ સુવિધા અને સલામતીની ખાતરી આપી હતી.