બનાસકાંઠાના વાવમાં રાધાનેસડા વિસ્તારમાં એક કેનાલમાં મસમોટુ ગાબડુ પડ્યું છે. બરડવી ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં અંદાજે 20 ફૂટ જેટલું ગાબડુ પડ્યું છે...જેને કારણે આસપાસ આવેલા ખેતરોમાં કેનાલનું પાણી ફરી વળ્યું છે..ખેતરોમાં કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોને મોટાપાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે..કેનાલમાં વધુ પડતું પાણી છોડવાને કારણે તૂટી ગઈ હોવાનો આક્ષેપ છે....