ગુજરાતીઓએ ચોમાસા માટે હજુ પણ રાહ જોવી પડે તેવા એંધાણ. રાજ્યમાં 20 જૂન સુધીમાં ચોમાસાની એન્ટ્રીની શક્યતા નહિવત. અરબી સમુદ્રમાંથી આવતા ભેજયુક્ત પવનોને અવરોધ મળતા. ગુજરાત તરફ ચોમાસાના પ્રયાણની ગતિ ધીમી પડી. અવરોધથી ચોમાસાની ઉત્તર તરફની પ્રગતિમાં પણ વિલંબ થયો. હવામાન વિભાગની આગાહી મુજબ હાલમાં ચોમાસું મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યું છે. અને આગામી 2થી 3 દિવસમાં તે દક્ષિણ છત્તીસગઢ અને ઓડિશાના વિવિધ ભાગોમાં પહોંચે તેવી સાનુકૂળ સ્થિતિ સર્જાઈ. ગુજરાતમાં હાલમાં નીચલા સ્તરે નૈઋત્યના પવનો ફૂંકાઈ રહ્યા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું.