હજુ નહીં પડે કડકડતી ઠંડી. આગામી 3 દિવસ પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઠંડીનું પ્રમાણ ઓછું. હાલ માવઠાની શક્યતા નહિવત. ગુજરાતમાં કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડે તેવું લાગી રહ્યું છે.હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે.તાપમાનમાં વધારો થતાં ઠંડીનું જોર ઘટશે.ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઠંડીનું પ્રમાણ ઓછું છે. સિઝનનું સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું