આગામી 24 કલાક સુધી રાજ્યમાં રહેશે માવઠાની મહાઆફત.જે બાદ ધીમે ધીમે રાહત મળવાની શકયતાઓ છે...આમ તો હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.જો કે 24 કલાક બાદ વરસાદનું જોર ઘટી જશે.અને પછી સામાન્ય ઝાપટાઓ જ જોવા મળશે.એટલે હજુ આગામી 24 કલાક સુધી રાજ્ય પર કમોસમી કહેરની ઘાત તોળાઇ રહી છે. રાજ્ય પર છેલ્લા 7 દિવસથી માવઠાનો માર પડી રહ્યો છે.અને જિલ્લાઓમાં 3થી 4 ઇંચ વરસાદ વરસ્યો છે.ઓક્ટોબરમાં વરસાદે છેલ્લા 27 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.અને હજુ પણ રાહત મળવાની કોઇ શકયતાઓ જોવા મળતી નથી.હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે તેના પ્રમાણે.રાજ્યમાં હજુ પણ આગામી 24 કલાક સુધી વરસાદનું જોર યથાવત્ રહી શકે છે.જે બાદ જ કોઇ રાહત મળવાની શકયતાઓ છે.સૌથી પહેલા સાંભળો.હવામાન વિભાગે કેટલા જિલ્લાઓમાં કરી છે ભારે વરસાદની આગાહી. માત્ર હવામાન વિભાગ જ નહીં.પરંતુ આગાહીકારો પણ માની રહ્યા છે કે.આગામી 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહી શકે છે.જે બાદ જ વરસાદના પ્રહારથી ગુજરાતને રાહત મળવાની શકયતાઓ છે.આગાહીકાર પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે..આગામી 2 દિવસ સુધી માવઠાની તીવ્ર અસર જોવા મળશે.સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હજુ પણ પડી શકે છે ભારે વરસાદ.જો કે આગામી 2 દિવસ બાદ માવઠાના કહેરથી રાહત મળવાની શકયતાઓ છે.