ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. તે પ્રમાણે, રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે. સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે.. ગાજવીજ અને 35થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદ પડી શકે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની છે શક્યતા. હવામાન વિભાગની વધુ એક આગાહીએ ચિંતા વધારી. હવામાન વિભાગ પ્રમાણે, રાજ્યમાં 7 એપ્રિલે કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ આવશે. 7 એપ્રિલે પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે.. તેના કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે.