ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાશે. રવિ માર્કેટીંગ સીઝન 2026-27 માટે ઘઉંનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 2,585 જાહેર કરાયો. તેના માટે 1 માર્ચથી ઓનલાઈન નોંધણી કરી શકાશે. તેમજ 4 માર્ચથી 15 મે સુધી ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી કરાશે.