ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આંદોલનનો આવ્યો અંત. સરકાર સાથેની બેઠક રહી સફળ. આંદોલન સત્તાવાર પાછું ખેંચાયું. કર્મચારીઓના પ્રશ્નો પ્રત્યે સરકારે દાખવ્યો ઉદાર અભિગમ. સરકાર અને પ્રતિનિધિમંડળ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થઈ. તમામ વ્યાજબી માગણીઓ પ્રત્યે સરકારનું હકારાત્મક વલણ. બેઠક દરમિયાન કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે કર્મચારીઓની માગણીઓ પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવી તેમના નિરાકરણ માટે ખાતરી આપી હોવાનું જણાવાયું છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે ચલાવવામાં આવી રહેલા આંદોલનનો અંત આવ્યો છે. રાજ્ય સરકાર સાથે ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ મહામંડળે આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચવાની જાહેરાત કરી છે. સરકાર તરફથી કર્મચારીઓની વ્યાજબી માગણીઓ અંગે સકારાત્મક ખાતરી આપવામાં આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મહામંડળના પ્રમુખ જામસંગભાઈ પરમારે જણાવ્યું હતું. નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી અને મહેસૂલી ક્લાર્ક સહિતના સંવર્ગના કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને આ આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું. હવે સરકાર સાથેની વાટાઘાટો બાદ આંદોલન સમેટાતાં મહેસૂલ વિભાગની કામગીરી અને સંબંધિત સરકારી સેવાઓ સામાન્ય થવાની અપેક્ષા છે.