ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના-મધ્યમ વર્ગને મોટી રાહત આપતા, રહેણાંક મકાનોના ટ્રાન્સફર પર 80% સુધી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી જાહેર કરી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના અને મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે રહેણાંક મકાનોના ટ્રાન્સફર માટે ભરપાઈ થતી સ્ટેમ્પ ડ્યુટીની માત્ર 20% રકમ વસૂલ થશે અને બાકી 80% સુધી માફ કરવામાં આવશે.