<strong>Bhavnagar :</strong> ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે જમાવટ કરી હતી. જેમાં જેસર અને જડકલા ગામે વરસાદ વરસ્યો હતો. તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારો પણ વરસાદથી તરબોળ થયા હતા. જેમાં વાવણી લાયક વરસાદની શરૂઆત થઈ છે.જેથી ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. આ ઉપરાંત ભાવનગર પંથકમાં બપોર બાદ વરસાદ વરસ્યો હતો. જ્યારે ભાવનગરના મહુવામાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાંજે બે કલાક દરમિયાન ધોધમાર વરસાદ નોંધાયો હતો. મહુવા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સાંજના બે કલાકમાં જ લગભગ દોઢેક ઈંચ કરતા વધારે વરસાદ છ વાગ્યા બાદ વરસ્યો હતો. ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં અમરેલી મહીસાગર અરવલ્લી સાબરકાંઠા અને દેવભૂમિ દ્વારકામાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે. તેમજ 41 થી 61 કિલોમીટરની પવનની ગતિ સાથે સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે રાજકોટ મોરબી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા ,આણંદ, ભરૂચ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સામાન્ય વરસાદની આગાહી છે.