ગુજરાતમાં હજુ પણ 32% ઓછો વરસાદ... પણ હવે બધું બદલાવા જઈ રહ્યું છે! શું 22 જુલાઈ પછી મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે? મિત્રો, રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં લગભગ 32 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જેના કારણે ખેડૂતો સહિત સૌની નજર હવે આગામી દિવસોના હવામાન પર છે. હાલના અનુમાન મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે. આજે દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને દમણમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. દરિયો તોફાની રહેવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. પણ સૌથી મહત્વની વાત હવે સાંભળો... 22 જુલાઈ બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ, 20 જુલાઈ સુધી છૂટો છવાયો વરસાદ રહી શકે છે. ત્યારબાદ 24 જુલાઈ પછી બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થઈ શકે છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદની ગતિ વધે તેવી શક્યતા છે. અને 27થી 30 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ, જ્યારે મધ્ય, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને જોરદાર પવન સાથે ઝાપટાં પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં 3થી 4 ઇંચ અથવા તેથી વધુ વરસાદ પણ નોંધાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે આગામી દિવસોમાં હવામાનના અપડેટ પર નજર રાખજો અને જરૂરી સાવચેતી રાખજો. વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો સેવ કરો, શેર કરો અને આવા જ મહત્વના અપડેટ માટે ફોલો કરવાનું ભૂલતા નહીં.