ગુજરાતમાં એકસાથે છ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી,ડિપ્રેશન, મોનસૂન ટ્રફ, શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકી શકે. 17 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.