રાજ્યમાં આજથી ફરી વરસાદી વાતાવરણ છવાશે.. અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. 10થી 16 સપ્ટેમ્બર સુધી સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ.. જેમાં 12 સપ્ટેમ્બરે કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા. 13 અને 14 સપ્ટેમ્બરે ઓરેન્જ વોર્નિંગ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી લાંબા વિરામ બાદ, હવામાન વિભાગે રાજ્યના ખેડૂતો અને જનતા માટે રાહતના સમાચાર આપ્યા છે. 10 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદી માહોલ જામશે, જે સુકાતા પાક અને ગરમીથી પરેશાન લોકોને મોટી રાહત આપશે.. જોકે, આ રાહતની સાથે આકાશી આફતનું સંકટ પણ તોળાઈ રહ્યું છે. આગામી 12 સપ્ટેમ્બરે મધ્ય અને દક્ષિણ ગુજરાતના 11 વિસ્તારોમાં ‘યલો એલર્ટ' સાથે મુશળધાર વરસાદની શરૂઆત થઈ શકે.. 12 સપ્ટેમ્બરે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા. ભરૂચ, સુરત, ડાંગની સાથે નવસારી, વલસાડ અને તાપીમાં યલો એલર્ટ અપાયું છે. તો 13 સપ્ટેમ્બર ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની ઓરેન્જ એલર્ટ છે. 13 સપ્ટેમ્બરે અમદાવાદ, દાહોદ, પંચમહાલ, આણંદ. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા. ભરુચ, સુરત અને તાપીની સાથે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી. ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં યલો એલર્ટ છે.