ગુજરાતમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી. 8 અને 9 ઓગસ્ટ રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે તેવું હવામાન વિભાગનું અનુમાન. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. આવતીકાલે વડોદરા, છોટાઉદેપુર નર્મદામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી. તો 8 ઓગસ્ટના રોજ સાબરકાંઠા, અરવલ્લીમાં યલો એલર્ટ... જ્યારે 9 તારીખે વાવ થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર.