તહેવારોની સિઝનમાં પ્રજાને મોંઘવારીનો વધુ એક ડામ. ગુજરાત ગેસે PNGના ભાવમાં 6 રૂપિયા 53 પૈસાનો વધારો ઝીંક્યો. ટેક્સ સાથે ગુજરાત ગેસના PNG ધારકોને 53 રૂપિયા 22 પૈસા પ્રતિ SCM ભાવે મળશે ગેસ. અગાઉ ટેક્સ વગરનો ગેસનો ભાવ પ્રતિ SCM 46 રૂપિયા 69 પૈસા હતો. ગુજરાત એનર્જી લિમિટેડે સુરતમાં PNGના ભાવમાં વધારો કર્યો છે. ઘરેલું PNGના ભાવમાં પ્રતિ SCM રૂ. 1.19નો વધારો કરાયો છે. આ નવો ભાવવધારો 3 સપ્ટેમ્બરથી તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે. કંપનીએ ગ્રાહકોને SMS મોકલીને આ ભાવવધારા અંગે જાણ કરી છે. ઘરેલું PNGનો બેઝ રેટ હવે રૂ. 49.03 થી વધીને રૂ. 50.22 પ્રતિ SCM થયો છે. સુરતના 7 લાખથી વધુ પરિવારો ગુજરાત એનર્જીના PNG કનેક્શન નેટવર્ક સાથે જોડાયેલા છે.