રાજ્યમાં બનશે નવા 11 એરપોર્ટ. ઉડાન 2.0 યોજના અંતર્ગત 11 એરપોર્ટને મંજૂરી મળી. 28 હજાર કરોડથી વધુ રૂપિયાની થશે ફાળવણી. 11 ગ્રીનફીલ્ડ એરપોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી. ઔદ્યોગિક વિકાસ અને કનેક્ટિવિટી મજબૂત કરવાનો ધ્યેય. મોરબી, અંક્લેશ્વર, રાજપીપળા, બોટાદ, દ્વારકા, ધોરડો, કચ્છ, દાહોદ, અંબાજીમાં એરપોર્ટ બનાવવામાં આવશે. ધોળાવીરા અને પાલીતાણાનો પણ યાદીમાં સમાવેશ. ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોએ પ્રવસાન વધારવા સરકારનો નિર્ણય. આ પ્રોજેક્ટમાં દ્વારકા અને દાહોદમાં જમીન અધિગ્રહણની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે. જ્યારે મોરબી, ધોરડો અને ધોળાવીરાને ટેક્નિકલ રીતે વ્યવહારિક માનવામાં આવ્યા છે. તો બીજી તરફ બોટાદ, રાજુલા અને પાલિતાણામાં પડકારો હોવાના લીધે આ પ્રોજેક્ટ ધીરી ગતિએ આગળ વધી રહ્યો છે.