ખેડૂતોનું કહેવું છે કે તેઓએ કુદરતી ખાતરથી કેરીના પાકનું વાવેતર કર્યું હતું.. મોંઘુ ખાતર, બીયારણ, મજૂરી આ તમામ વસ્તુઓનો ખર્ચ નીકાળવા જઈએ તો ખેડૂતોને કેરીના પાકથી 20 ટકાની પણ આવક થવાની નથી. કારણ કે અંદાજે 80થી 90 ટકા જેટલો પાક નિષ્ફળ જતાં ધરતીપુત્રોને માથે હાથ મુકીને રોવાનો વારો આવ્યો છે. તો આ તરફ આંબાના બગીચાઓમાં પણ અંદાજે 900થી વધુ આંબાના ઝાડમાં કેરીના પાકને નુક્સાન થયું છે. ત્યારે ધરતીપુત્રોને સરકાર તરફથી યોગ્ય વળતર મળે તેવી આશા સેવાઈ રહી છે.