અરે... આંતરજ્ઞાતિય લગ્ન કર્યા છે? તો ગુજરાત સરકારની આ યોજના તમારા માટે જ છે... મળી શકે છે સીધી ₹2 લાખ 50 હજારની સહાય! તો ચાલો આપણે જણાવી દઇએ કે કોને મળશે આ લાભ ? જો એક જીવનસાથી *અનુસૂચિત જાતિ (SC)*નો હોય... અને બીજો SC સિવાયની જાતિનો હોય... તો આ યોજનાનો લાભ મળી શકે છે. કેટલી મળશે સહાય? ₹1 લાખ સંયુક્ત બચત પ્રમાણપત્રમાં... અને ₹1.5 લાખ ઘરવપરાશના સાધનો માટે. અરજી ક્યાં? e-સમાજ કલ્યાણ (eSamaj Kalyan Gujarat) પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો. દસ્તાવેજમાં શું જોઈએ? ✔️ લગ્ન નોંધણી પ્રમાણપત્ર, બંનેના આધાર કાર્ડ, જાતિનો દાખલો, શાળા છોડ્યાનો દાખલો (LC), રહેઠાણનો પુરાવો, બેંક પાસબુક અથવા રદ કરેલો ચેક પણ નિયમો યાદ! બે માંથી કોઈ એક અનુસૂચિત જાતિ SC નો હશે તો જ લાભ મળશે. ✔️ લગ્નના 2 વર્ષની અંદર અરજી કરવી. ✔️ દંપતીમાંથી એક વ્યક્તિ ગુજરાતનો મૂળ વતની હોવો જોઈએ. ✔️ આવક મર્યાદા નથી. તો ચૂકતા નહીં! લગ્ન થઈ ગયા હોય.. તો હવે સરકારની ₹2.5 લાખની શકનરુપી સહાય પણ લઈ લો... પણ સમયસર અરજી કરવાનું ભૂલતા નહીં! અને હા આવી જ જરૂરી માહિતી શેર કરવાનું અને અમને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં...