જ્યાં ભારે હજું પણ વરસાદ ચાલુ હોય, કે વરસાદ બંધ થયો હોય કે તો પણ એમ ન માનતા કે જોખમ ટળી ગયું ! એક નાની ભૂલ... જીવ માટે મોટી મુશ્કેલી બની શકે છે!" ગુજરાતમાં ભારે વરસાદની આ સ્થિતિમાં સૌથી પહેલાં તો. બિનજરૂરી રીતે પાણી ભરાયેલા રસ્તાઓ પર જવાનું ટાળો.વીજળીના ખુલ્લા વાયર કે પાણીમાં ડૂબેલા ઇલેક્ટ્રિક પોલથી હંમેશા દૂર રહો. એક ક્ષણની બેદરકારી જીવલેણ બની શકે છે.ઘરમાં પાણી ભરાયું હોય તો પહેલા મુખ્ય વીજ પુરવઠો બંધ કરો. પછી જ સફાઈ શરૂ કરો. જો કોઈ વૃદ્ધ, બીમાર વ્યક્તિ કે નાના બાળકો મુશ્કેલીમાં હોય. તો તેમની મદદ માટે આગળ આવો. જરૂર પડે તો સ્થાનિક તંત્ર અથવા ઇમરજન્સી સેવાઓને જાણ કરો. ખુદના માટે પણ જરૂરી દવાઓ અને જીવનઉપયોગી વસ્તુઓની પહેલેથી જ વ્યવસ્થા કરી રાખો. પૂરના પાણીમાં વાહન ચલાવવાનો પ્રયાસ ન કરો. પાણીની ઊંડાઈ ઘણી વખત દેખાતી નથી. હવે વાત આપણા મૂંગા જીવની પક્ષીઓ માટે છત કે ગેલેરીમાં સ્વચ્છ પાણી અને થોડો દાણો મૂકો. રસ્તા પરના કૂતરા, ગાય કે અન્ય પશુઓને શક્ય હોય તો સુરક્ષિત અને ઊંચી જગ્યાએ પહોંચાડવામાં મદદ કરો. કોઈ પશુ ઈજાગ્રસ્ત હોય તો નજીકની એનિમલ હેલ્પલાઇન અથવા સ્થાનિક સંસ્થાને તરત જાણ કરો. યાદ રાખો આપણી એક નાની મદદ કોઈનો જીવ બચાવી શકે છે. માટે મદદ માટે તૈયાર રહો. પણ તમારી સાવચેતી હશે. તો સૌની સુરક્ષા થશે.જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો Like કરો, Save કરો અને Follow કરવાનું ભૂલતા નહીં, જેથી આવી મહત્વની માહિતી સમયસર મળતી રહે.