અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 23 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર નોંધપાત્ર રીતે વધવાનું છે. મેઘરાજા સમગ્ર ગુજરાત પર મહેરબાન થશે, અને પ્રચંડ અંદાજમાં મૂશળધાર વરસાદ પડશે.. આગાહી મુજબ, 23 જુલાઈથી શરૂ થનારા આ તબક્કામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને કેટલાક સંવેદનશીલ જિલ્લાઓમાં 2થી 4 ઇંચ સુધીનો વરસાદ ખાબકે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે.. વાત અહીં જ પૂરી નથી થતી, અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, 23 જુલાઈના આ રાઉન્ડ બાદ તરત જ એટલે કે 26થી 30 જુલાઈ દરમિયાન પણ ગુજરાતમાં વરસાદનો વધુ એક મોટો અને નવો રાઉન્ડ આવશે.. આ પાંચ દિવસો દરમિયાન પણ રાજ્યના વિવિધ ભાગોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે સાર્વત્રિક વરસાદની સંભાવના છે.