ગાંધીનગરમાં વસતી ગણતરી મુદ્દે સરકાર એક્શન મોડમાં આવી. અધિકારીઓની નિમણૂક અંગે ગુજરાત સરકારે વધુ બે ગેઝેટ કર્યા પ્રસિદ્ધ..શહેરી વિસ્તાર તથા જિલ્લા વિસ્તારમાં બે અલગ-અલગ ગેઝેટ પ્રસિદ્ધ. મનપા અને નગરપાલિકા વિસ્તાર માટે ખાસ અધિકારીની નિમણૂક કરાઈ. મનપા વિસ્તારમાં પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર તરીકે મનપા કમિશનરની નિમણૂક. શહેર સ્તરે સિટી સેન્સસ ઓફિસર તરીકે ડે. મ્યુ. કમિશનરની જવાબદારી. જિલ્લા સ્તરે પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર તરીકે કલેકટરની નિયુક્તિ. જિલ્લા વસતી અધિકારી તરીકે નિવાસી અધિક કલેકટરની રહેશે જવાબદારી. તાલુકા સ્તરે ચાર્જ સેન્સસ ઓફિસર તરીકે મામલતદાર નિભાવશે ફરજ. સબ ડિવિઝનલ સેન્સસ ઓફિસર તરીકે નાયબ કલેક્ટરને ફરજ સોંપાઈ. વસતી ગણતરીના કામમાં અવરોધ ઊભો કરનારને ૩ વર્ષની કેદની જોગવાઈ. માહિતી આપવામાં આનાકાની કરનારને એક હજારનો થઈ શકે દંડ