એક તરફ ઓછા વરસાદ વચ્ચે. પ્રજાને પાણી ચીવટથી વાપરવાની સલાહ અપાઈ રહી છે. અને બીજી તરફ જુઓ. ધારાસભ્યના મકાનને ધોવા પાણીનો ધોધ વહાવાઈ રહ્યો છે. એક તરફ પાણીના વેડફાટની સાથે પ્રજાના ટેક્સના રૂપિયાનો પણ વેડફાટ થઈ રહ્યો છે. તો સૌથી મોટો સવાલ એ છે એક તરફ જ્યાં. ફાયર ફાઈટર નેતાજી માટે વ્યસ્ત છે. ત્યારે જો ક્યાંય ઈમરજન્સી સર્જાઈ તો ફાયર ફાઈટર.કેવી રીતે પહોંચશે ? સમગ્ર ઘટનાક્રમ વચ્ચે. જ્યારે અમે ફાયર વિભાગના અધિકારી સાથે વાત કરી. ત્યારે તેમનો ચોંકાવનારો જ દાવો સામે આવ્યો છે. ફાયર અધિકારી મયુરસિંહ ચૌહાણે જણાવ્યું કે... ખુદ પાલિકા પ્રમુખના કહેવાથી જ... તેમણે ફાયર ફાઈટરને ધારાસભ્યના ઘરે મોકલ્યું હતું. તેમને એમ હતું કે ત્યાં આગ લાગી હશે. બંગલો ધોવાનો છે તે અંગે તેમને કોઈ જાણ ન હતી. ઉચ્ચ અધિકારીઓનો આદેશ હતો... અને તેમણે બસ તેનું પાલન કર્યું...ફાયર અધિકારીએ કહ્યું કે સ્થળ પર પહોંચ્યા પછી અમને જાણ થઈ કે.અહીં બંગલો થવાનું કામ છે. એટલે અમારા આઉટસોર્સના કર્મચારીઓએ અમને જાણ કરી..એટલે મને ખબર પડી કે ઈમરજન્સી સેવાનો ગેરઉપયોગ કરાયો છે..એટલે અમે કર્મચારીઓને પરત ફરવા સૂચના આપી વકરતાં વિવાદ વચ્ચે. શહેર કોંગ્રેસ પણ એક્શનમાં આવી છે. દેવગઢ બારીયા કોંગ્રેસ પ્રમુખ રાજેશ રાવળે શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું કે નેતાઓને આ પ્રકારની VIP સેવા ન અપાવી જોઈએ. એક તરફ પાણીની અછત છે. ત્યારે આવા તાયફા શા માટે ? સમગ્ર મામલે.કોંગ્રેસે સવાલ ઉઠાવતા કહ્યું કે ઈમરજન્સી સેવાનો વ્યક્તિગત ઉપયોગ કરવામાં આવ્યો આવા સમયે જો બીજા સ્થળે ખરેખર આગ લાગ્યાનો કોલ આવ્યો હોત તો શું સ્થિતિ થાત કોંગ્રેસે શહેર પ્રમુખ જવાબદારો સામે કાર્યવાહીની માગણી કરી.