નબળા ચોમાસા વચ્ચે રાજ્યમાં અનેક ડેમમાં ઓછું જળસ્તર. ગુજરાતના 108 જળાશયોમાં 50 ટકાથી ઓછું જળસ્તર..કચ્છમાં સૌથી ઓછું 32.61 ટકા જળસ્તર નોંધાયું. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 85 ટકા પાણીનો જથ્થો. હાલ ગુજરાતના 32 જળાશયો છલોછલ. નબળા ચોમાસાની વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં જળસ્તર ચિંતાજનક રીતે ઓછું જોવા મળી રહ્યું છે. રાજ્યના કુલ 108 જળાશયોમાંથી 50 ટકાથી ઓછું જળસ્તર ધરાવતા જળાશયોની સંખ્યા નોંધપાત્ર છે. આ સ્થિતિ વચ્ચે હાલમાં રાજ્યના 72 જળાશયોમાં જળસ્તર 25 ટકાથી પણ ઓછું છે. જોકે, સરદાર સરોવર ડેમમાં 99 ટકા જળસ્તર હોવાથી રાજ્ય માટે રાહતના સમાચાર છે. ઝોન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં સૌથી ઓછું 32.61 ટકા જળસ્તર નોંધાયું છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 46.69 ટકા અને સૌરાષ્ટ્રના જળાશયોમાં 51.84 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મધ્ય ગુજરાતમાં 72.16 ટકા જળસ્તર નોંધાયું છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 85 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે.