ગોપાળાનંદ સ્વામીએ 175 વર્ષ પહેલા હનુમાન દાદાની દિવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. આ પ્રસંગની ઉજવણી રૂપે સાળંગપુર ધામમાં આજથી શતામૃત મહોત્સવની શરૂઆત થઇ છે. વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજીના વરદ્દ હસ્તે આ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.