ગુજરાત ATS ISKPના આતંકી મોડ્યુલના પર્દાફાશ બાદ હવે તેની સાથે સંકળાયેલા લોકોની ઓળખમાં લાગી છે. ATSની ટીમે હૈદરાબાદના કોલપટ્ટરમાં બે લોકોની પૂછપરછ કરી. ATSએ જે બે લોકોની પૂછપરછ કરી છે તે લોકો શંકાસ્પદ આતંકવાદીઓના સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે.