રાજ્યમાં સસ્તા અનાજની દુકાનો પર થતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર પર લગામ મૂકવા માટે સરકાર 15 ફેબ્રુઆરીથી અનાજ વિતરણ વ્યવસ્થામાં મોટો ફેરફાર થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ‘અનાજ ATM’ શરૂઆત કરાવી હતી. સાથે જ ડિજિટલ કાર્ડ સિસ્ટમનો પણ અમલ કર્યો હતો.હાલ સુધી લાભાર્થીઓ રેશનકાર્ડના આધારે દુકાન પરથી અનાજ મેળવતા હતા, પરંતુ હવે ATM જેવા મશીનમાંથી 1 કિલોના પેકિંગમાં સીધું અનાજ મળશે. લાભાર્થીને તેના હક મુજબનું પૂર્ણ વજનનું અનાજ મશીન દ્વારા મળશે, જેથી તોલમાં ગેરરીતિ અથવા કાપકૂપની ફરિયાદો બંધ થશે. ભવિષ્યમાં 24x7 અનાજ ઉપલબ્ધ થાય તેવી પણ વ્યવસ્થા વિકસાવવામાં આવશે. અનાજ ATMમાંથી 35 સેકન્ડમાં 25 કિલો અનાજ મળશે.સાથે જ આપને જણાવી દઈએકે પ્રથમ મશીન પાયલોટ પ્રોજેક્ટ સ્વરૂપે કલોલમાં મૂકવામાં આવશે.