ગુજરાતમાં વરસાદ ખેંચાતા તેની સીધી અસર કૃષિ ક્ષેત્ર પર જોવા મળી રહી છે. વરસાદની અછતને કારણે ખેડૂતોને પાક માટે સિંચાઈ પર વધુ નિર્ભર રહેવું પડી રહ્યું છે, જેના કારણે રાજ્યમાં કૃષિ વીજળીની માગમાં વધારો થયો છે. ખેડૂતોની વધતી માગને ધ્યાનમાં રાખીને હવે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદ ખેંચાતા કૃષિ ક્ષેત્રે વીજળીની વધેલી માગને પહોંચી વળવા માટે ખેડૂતોને 2 કલાક વધારાની વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે અત્યાર સુધી કૃષિ વીજળી માટે મળતા 8 કલાકની જગ્યાએ હવે 10 કલાક સુધી વીજળી આપવામાં આવશે. ખેડૂતોને સિંચાઈ માટે પૂરતી વીજળી મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદની અછતના કારણે ખેડૂતો માટે સિંચાઈની સમસ્યા ઊભી થઈ રહી છે. વરસાદ ન પડતા ખેતરોમાં પાકને પાણીની જરૂરિયાત વધી છે અને તેના કારણે વીજળીની માગ પણ સતત વધી રહી છે. ખાસ કરીને જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે તેવા જિલ્લાઓમાં ખેડૂતોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વીજળીની માગમાં વધારો થતો જશે તેમ વીજ પુરવઠો પણ વધારવામાં આવશે. એટલે કે જેમ જેમ ખેડૂતો તરફથી કૃષિ વીજળીની માગણી આવશે, તેમ તેમ જરૂરિયાત પ્રમાણે વીજળી વધારવાનો નિર્ણય લેવામાં આવશે. આ નિર્ણયથી વરસાદની અછત વચ્ચે ખેડૂતોને સિંચાઈ માટે મોટી રાહત મળવાની આશા છે. હાલમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ ખેંચાતા કૃષિ ક્ષેત્રે ચિંતા વધી છે. ત્યારે 8ના બદલે 10 કલાક કૃષિ વીજળી આપવાનો નિર્ણય ખેડૂતો માટે રાહતરૂપ બની શકે છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ અને કૃષિ વીજળીની માગને ધ્યાનમાં રાખીને વીજ પુરવઠામાં વધુ ફેરફાર કરવામાં આવે છે કે કેમ તેના પર પણ સૌની નજર રહેશે.