મહેસાણા જિલ્લાના ઊંઝામાં સેન્ટ્રલ GST વિભાગે ગંજ વિસ્તારની પેઢીઓ પર મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દરમિયાન ઉનાવા અને મક્તુપુર નજીક આવેલી ફેક્ટરીઓમાં પણ તપાસ કરવામાં આવી હતી. GST વિભાગના આ અચાનક દરોડાને કારણે સમગ્ર વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે, કારણ કે અધિકારીઓ દ્વારા કરચોરી કે અન્ય અનિયમિતતાઓ અંગેની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.