અહી વાયરલ થયેલો આ વીડિયો કોઈને લગ્નના ફંકશનો જોવા મળી રહ્યો છે. અહીં એક દાદાને તેમના ઘરના લોકો વ્હીલચેર પર લઈને આવે છે ત્યારે સામેથી ફકંશનમાં અમિતાભ બચ્ચનનું સલામે ઈશ્ક મેરી જા, ઝરા કૂબુલ કરો ગીત શરુ થાય છે. અને વ્હીલચેર પર બેઠેલા દાદા ઊભા થઈ જાય છે. આ ગીત શરુ થતા જ દાદા વ્હીચેર છોડી ઊભા થઈ જાય છે અને ત્યાં ઉભા ઉભા એક્સપ્રેસન સાથે ઠુમકા લગાવવનું શરુ કરી દે છે. એક તરફ દાદા ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે, ત્યારે તેમની સાથે એક કન્યા પણ આ ગીત પર નાચતી દેખાય છે બન્નેનો ડાન્સ અને તેમના એક્સપ્રેશન વીડિયોમાં કેદ થયા છે. તેમજ ઓડિયન્સમાં બેઠેલા લોકો દાદાના આ નાચ પર તાલીયો પાડી ખુબ આનંદ કરી રહ્યા છે. દાદાનો આ વીડિયો ખરેખર અદભુદ છે.