અમદાવાદની 146મી રથયાત્રાને લઇને પ્રશાસન સજ્જ છે. ભગવાનની રથયાત્રા પહેલા પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું છે. પોલીસે યાત્રાના 22 કિલોમીટર સુધીના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે. ભગવાન જગન્નાથજીની યાત્રામાં ભક્તોનું ધ્યાન રાખવા 25 વોચ ટાવર પર પોલીસ હાજર રહેશે.