નડિયાદનું સંતરામ મંદિર બોર ઉત્સવ માટે ખૂબ જ પ્રખ્યાત છે. મહા સુદ પૂનમના દિવસે અહીં બોર ઉત્સવ મનાવવામાં આવે છે. જેમાં હજારો કિલો બોર ઉછાળવામાં આવે છે. માન્યતા છે કે જે લોકોને સંતાન સુખ પ્રાપ્ત થયું હોય, અથવા તો જેમનું બાળક બોલતું થયું હોય તેવા શ્રદ્ધાળુઓ મંદિરના ચોકમાં મહા સુદ પૂનમના દિવસે બોર ઉછાળે છે. દેશ-વિદેશના ભક્તો પણ પોતાની મનોકામના પૂર્ણ કરવા આવ્યા. કહેવાય છે કે વર્ષો પહેલા સંતરામ મહારાજે નાના બાળકને બોર આપ્યા હતા. તે બાદ આ પરંપરા ચાલી આવી છે. બોર ઉત્સવમાં ભક્તો બોરનો પ્રસાદ લેવા માટે પણ પડાપડી કરતાં નજરે પડ્યા.