આકાશી આફત વચ્ચે બનાસકાંઠાની વ્હારે આવી છે રાજ્ય સરકાર. સંકટમાંથી બહાર આવી રહેલા બનાસકાંઠાના સરહદી વિસ્તારના અસરગ્રસ્તોને રાજ્ય સરકાર કેશડોલ ચુકવશે. જેમાં 18 વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિઓને દિવસના રૂપિયા 233 લેખે કેશડોલની ચૂકવણી કરાશે. સરકારના નિર્ણયની આજથી અમલવારી શરૂ થઇ છે. અને અસરગ્રસ્ત ગામોમાં તલાટીઓએ આજથી ફોર્મ ભરવાની શરૂઆત પણ કરી દીધી છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારના અસરગ્રસ્તોને સરકાર ચુકવશે કેશડોલ. 18 વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિઓને દિવસના 233 રૂપિયા લેખે કેશડોલ ચુકવવાનો નિર્ણય. અસરગ્રસ્ત ગામોમાં તલાટીઓએ આજથી ફોર્મ ભરવાનું શરૂ કર્યું. ફોર્મમાં આધાર નંબર સહિતની માહિતી એકત્ર કરી સબમિટ કરાશે. વેરિફિકેશન બાદ કેશડોલની રકમ સીધી લાભાર્થીઓના ખાતામાં જમા થશે.