ઘરમાં પડેલું જૂનું સોનું હવે કમાણી કરાવશે? સરકારની નવી તૈયારી જાણીને તમે પણ ચોંકી જશો ! ઘરમાં વર્ષોથી પડેલા જૂના દાગીના હવે માત્ર લોકરમાં નહીં રહે. કમાણીનું સાધન પણ બની શકે છે. આ તમારા ફાયદાની વાત છે, તો વિડીયો સેવ કરવાનું ભુલતા નહી. સરકાર Gold Monetization 2.0 જેવા નવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. તેમાં તમે તમારા જૂના સોનાના દાગીના રજિસ્ટર્ડ જ્વેલર પાસે આપશો, તેની શુદ્ધતા ચકાસ્યા પછી તેની કિંમત પ્રમાણે ગોલ્ડ યુનિટ્સ તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે છે. આથી તમને જૂના દાગીનાની યોગ્ય કિંમત મળશે અને નવા ટ્રેન્ડી ડિઝાઇનના દાગીના ખરીદવાનું પણ સરળ બનશે. સરકારનો હેતુ છે ઘરમાં પડેલું સોનું અર્થવ્યવસ્થામાં લાવવું અને વિદેશથી સોનાની આયાત ઘટાડવી. પણ શું આ સ્કીમમાં જોડાવું જોઈએ? જો તમારી પાસે વર્ષોથી ઉપયોગમાં ન આવતા જૂના દાગીના હોય, તો આ સ્કીમ ફાયદાકારક બની શકે છે. પરંતુ લાગુ થયા પછી જ વ્યાજ, ચાર્જિસ, ટેક્સ અને સોનું પરત લેવાના નિયમો સારી રીતે વાંચ્યા પછી જ નિર્ણય લેવો. હાલ મહત્વની વાત એ છે કે આ યોજના હજુ માત્ર પ્રસ્તાવના તબક્કામાં છે. સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આવી જ રસપ્રદ માહિતી માટે વિડિયોને સેવ કરો, શેર કરો અને મને ફોલો કરવાનું ભુલશો નહી.