"ઉત્તરાખંડના ચમૌલીમાં આવેલું છે ગોપીનાથજીનું પ્રાચીન મંદિર… જ્યાં એક રહસ્યમય ત્રિશૂલ સદીઓથી અડગ ઊભું છે."કેદારનાથ જેટલું જ પ્રાચિન મંદિર મનાય છે..બારમી શતાબ્દીની આ જગ્યા ભગવાન શિવની તપોસ્થલી મનાય છે.કોઇ રુતુનો પ્રભાવ આ ત્રિશૂળ પડ નથી પડતો. "કથા મુજબ, દેવતાઓએ કામદેવને મોકલ્યો કે શિવજીનું ધ્યાન તોડે. કામદેવએ પુષ્પબાણ ચલાવ્યો… પરંતુ શિવજીના ત્રીજા નેત્રથી કામદેવ ભસ્મ થઈ ગયા." "શિવજી એ ત્રિશૂલ કામદેવ તરફ ફેંક્યું… અને એ ત્રિશૂલ આજે પણ અહીં અડગ ઊભું છે. કહેવાય છે કે કોઈ બળથી હલતું નથી, પરંતુ ભક્તના સાચા સ્પર્શથી તેમાં હળવો કંપન અનુભવાય છે." "આ ત્રિશૂલ અષ્ટધાતુથી બનેલું છે, સાડા ચારથી પાંચ મીટર ઊંચું છે અને સદીઓથી કાટ લાગ્યા વિના ચમકતું રહ્યું છે. ભક્તો માનતા રાખે છે કે તેને સ્પર્શ કરવાથી પાપો દૂર થાય છે અને મનની શાંતિ મળે છે." "ગોપીનાથજીનું મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી… એ શિવજીની દિવ્ય શક્તિ અને કામદેવની કથાનો જીવંત સાક્ષી છે."