ટેકનોલોજી આપણું કામ સરળ બનાવે છે, પરંતુ ક્યારેક એ જ ટેકનોલોજી મુશ્કેલી પણ ઊભી કરે છે. સુરતના માંગરોળમાં ગુગલ મેપ પર ભરોસો રાખવો એક કારચાલકને ભારે પડી ગયો સુરતના માંગરોળમાં ગુગલ મેપની મદદ લેવી કારચાલકને ભારે પડી. ગુગલ મેપના આધારે મોડી રાત્રે કારચાલક અધૂરા દિલ્લી-મુંબઈ એક્સપ્રેસવે પર જતો રહેતા. સિયાલજ ગામ પાસે કારે કિચડમાં ઘૂસી પલટી મારી. સદનસીબે કારમાં સવાર તમામનો આબાદ બચાવ થયો. વહેલી સવારે કારને માટીમાંથી બહાર કાઢી. સ્થાનિક લોકોની માહિતી અનુસાર એક્સપ્રેસવેનું કામ અધૂરું હોવા છતાં રાત્રે કોઈ સૂચક બોર્ડ કે અવરોધ નહોતા. એટલા માટે વાહનચાલકોને જોખમનો ખ્યાલ જ રહેતો નથી. હાલ એક્સપ્રેસ વે ઓથોરિટી બંને તપાસમાં જોડાયા છે કે આવી ભૂલ ફરી ન બને. અહીં સવાલ એ છે કે, જ્યારે રસ્તો અધૂરો છે, ત્યારે એ વિસ્તાર ખુલ્લો કેમ રાખવામાં આવ્યો? અને ગુગલ મેપ પર અધૂરો માર્ગ કેવી રીતે દેખાય છે?