કેસર કેરીની રાહ જોતા લોકો માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં કેસર કેરી બજારમાં આવશે. પણ આ વખતે કેસરનો સ્વાદ તમને મોંઘો પડી શકે છે. 19 એપ્રિલથી ગીર-સોમનાથના તાલાળા મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજી થશે. ગત વર્ષની સરખામણીએ ઓછી આવક થવાની શક્યતા સેવાઈ રહી છે. સાથે જ કેસર કેરીના ભાવ પણ ઊંચા જોવા મળી શકે છે. ગત વર્ષે તાલાળા મેંગો માર્કેટમાં 4 લાખ 49 હજાર 450 બોક્સ કેસર કેરીની આવક થઈ હતી પરંતુ આ વર્ષે તેમાં ઘટાડો નોંધાઈ તેવી શક્યતા છે