છેલ્લા ઘણા સમયથી વાવ-થરાદ તાલુકાના ખેડૂતો પાણીની માગ કરી રહ્યા હતા. ખેડૂતોનું કહેવું હતું કે ચોમાસામાં પૂર અને શિયાળાના આરંભે કમોસમી વરસાદના લીધે પાકને વ્યાપક નુક્સાન થયુ છે. તેના લીધે જો કેનાલમાં પાણી છોડવામાં આવે તો ધરતીપુત્રો શિયાળુ પાકનું ચિંતામુક્ત થઈને વાવેતર કરી શકે. જે અંગે નારોલી જિલ્લા પંચાયતના સ્નેહમિલન કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કેનાલમાં 17 નવેમ્બરથી પાણી છોડવામાં આવશે તે અંગે જાહેરાત કરી હતી. જેના લીધે વાવ, થરાદ, ધરણીધર સહિતના તાલુકાઓના ખેડૂતોને ફાયદો થશે.