લુણસાપૂર ગામ નજીક સિન્ટેક્ષ કંપનીની કોલોનીમાં તસ્કરો ત્રાટક્યા, હથિયાર સાથે ઘુસી 11 લાખનું સોનુ ઉઠાવી ગયા, તલવાર જેવા ઘાતકી હથિયાર સાથે પ્રવેશી 8 મકાનના તાળા તોડ્યા બુકાનીધારીઓ સીસીટીવીમાં કેદ, સિન્ટેક્ષ કંપનીના આસિસ્ટન્ટ મેનેજર આશિષકુમારસીંગ ચૌહાણએ જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ,સોના ચાંદી રોકડ રકમ કુલ 11,32,619ની ચોરી થયાની પોલીસ ફરીયાદ નોંધાય , સૌથી વધારે આસિસ્ટન્ટ મેનેજરના ઘરેથી ચોરી, ASP વલય વૈદ્ય દ્વારા ચોરીની ગેંગને પકડવા અલગ અલગ સર્વેલન્સ સ્કોડની ટીમો બનાવવામાં આવી, SPની એજન્સીઓ પણ કામે લાગી