સોના-ચાંદીના ભાવમાં કડાકા બાદ રિકવરી, MCXમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ 47 હજાર પહોંચ્યો, MCXમાં એક કિલો ચાંદીનો ભાવ 2 લાખ 34 હજાર પહોંચ્યો, ગઈકાલ કરતાં આજે સોનાનો ભાવ રૂ. 2700 રિકવર થયો, એક કિલો ચાંદીમાં પણ રૂ. 8000ની રિકવરી નોંધાઈ, સ્થાનિક સોની બજારમાં 10 ગ્રામ સોનુ 1.49 લાખ પર પહોંચ્યું, સોની બજારમાં એક કિલો ચાંદીનો ભાવ 2.38 લાખ પહોંચ્યો, આગામી સમયમાં સોના-ચાંદીના ભાવ સારૂ રિટર્ન આપે તેવી શક્યતા અમેરિકા, ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ અંત થવા તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે સોના ચાંદીના ભાવમાં રીકવરી આવી છે.. વેપારીઓનું કહેવું છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થતા જ સોના ચાંદીના ભાવ વધશે.. ત્યારે દિવાળી સુધીમાં સોના ચાંદીના ભાવમાં સારો વધારો જોવા મળે તેવી શક્યતાઓ છે.