સોના-ચાંદીના ભાવમાં ફરી રેકોર્ડ બ્રેક ઉછાળો, ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા સોના-ચાંદીના ભાવ, MCXમાં 1 કિલો ચાંદીનો ભાવ ₹3 લાખને પાર, ₹11 હજારના વધારા સાથે MCXમાં ચાંદીનો ભાવ ₹3 લાખે પહોંચ્યો, સ્થાનિક સોની બજારમાં એક કિલો ચાંદીનો ભાવ ₹2.90 લાખ, સોનામાં ₹2 હજારનો ઉછાળો, 10 ગ્રામનો ભાવ ₹1.44 લાખને પાર, વૈશ્વિક પરિસ્થતિને લીધે વધ્યા સોના-ચાંદીના ભાવ: સોની, "બજારમાં ચાંદીની માગ વધતા ભાવમાં ઉછાળો" હાલ વૈશ્વિક પરિબળોને લીધે. સોના અને ચાંદી બન્નેના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. ચીન, અમેરિકા જેવા દેશોના પરિબળો. ભાવ પર અસર કરી રહ્યા છે. તો બીજી તરફ. હવે સેમિકન્ડક્ટર સહિત. અનેક ઈન્ડસ્ટ્રીયલ એકમોમાં પણ ચાંદીની માગ સતત વધી રહી છે. ચાંદીનો પર્યાય હજુ સુધી ન મળતા. ચાંદીના ભાવ ઊંચકાઈ રહ્યા છે. નિષ્ણાતોના મતે આ કોઈ ફુગ્ગો નથી. કે જે આગળ જતા ફૂટી જાય. તો બીજી તરફ. પ્રસંગો લઈને બેઠેલા પરિવારોની મુંઝવણ વધી છે. ભાવમાં સતત વધારાને લીધે. સોના-ચાંદીની ખરીદીનું બજેટ પણ ખોરવાઈ ગયું છે.