સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર, 1 કિલો ચાંદીની કિંમતમાં 4 હજાર 503 રૂપિયાનો ઘટાડો થયો. જે બાદ તે ઘટીને 2.62 લાખ રૂપિયા પર આવી ગઈ. જ્યારે 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવમાં 571 રૂપિયાનો ઘટાડો નોંધાયો. સોનાના ભાવ 1.57 લાખ રૂપિયા થઈ ગયો. ચાંદીની કિંમત 2 દિવસમાં 9 હજાર અને 1,800 રૂપિયા સસ્તી થઈ ગઈ છે.