10 ગ્રામ સોનાનો 5 હજાર ઘટાડા સાથે ભાવ રૂ.1,22,500 પહોંચ્યો

×

10 ગ્રામ સોનાનો 5 હજાર ઘટાડા સાથે ભાવ રૂ.1,22,500 પહોંચ્યો

સોના-ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહેલા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. MCX માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં સતત પાંચમા દિવસે મોટો ઘટાડો નોંધાયો છે. માર્કેટ ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓના ભાવમાં જોરદાર કડાકો જોવા મળ્યો હતો. 10 ગ્રામ સોનાના ભાવમાં અંદાજે 5 હજાર રૂપિયાનો ઘટાડો થતાં ભાવ ઘટીને 1,22,500 રૂપિયા પર પહોંચ્યો છે. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં 9,500 રૂપિયાનો તોતિંગ ઘટાડો નોંધાતા ભાવ 1.48 લાખ રૂપિયા પર પહોંચ્યો છે.

સોનાના ભાવમાં છેલ્લા ચારથી પાંચ દિવસ દરમિયાન મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ સમયગાળામાં પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં અંદાજે 17 હજાર રૂપિયાનો કડાકો નોંધાયો છે. આજે પણ સોનાના ભાવમાં અંદાજે 7 હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. સોના-ચાંદીના ભાવ આ વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચ્યા હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.

સોના-ચાંદીના ભાવમાં ઘટાડા પાછળ અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની શક્યતાને એક મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. આ અંગે ઇન્ડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશનના પ્રમુખે પણ નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં હજુ પણ ઘટાડો થવાની શક્યતા છે.

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે સોના-ચાંદીના ભાવમાં થયેલો આ ઘટાડો ખરીદદારો માટે ઉત્તમ તક બની શકે છે. ખાસ કરીને લગ્નપ્રસંગ માટે ઘરેણાં ખરીદવાનું આયોજન કરી રહેલા પરિવારોને આ ઘટાડાથી રાહત મળી શકે છે. જોકે, આગામી દિવસોમાં ભાવમાં વધુ ઘટાડો થશે કે ફરી તેજી આવશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

Ashvin Patel