સોના-ચાંદીના ભાવ હાલ ઐતિહાસિક સપાટીએ, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹1.31 લાખ,ચાંદીનો 1 કિલોનો ભાવ ₹1.86 લાખ, ગત વર્ષની સરખામણીએ સોનાના ભાવમાં ₹52 હજારથી વધુ ઉછાળો, ગત વર્ષની સામે ચાંદીના ભાવ 100%થી વધુ ઉછળ્યા, અમદાવાદમાં ₹200 થી 300 કરોડના સોના-ચાંદીના વેચાણનો અંદાજ, ઘરેણાંને બદલે લોકો લગડીની કરી રહ્યા છે ખરીદી, માગ વધતાં હાલ ચાંદીની લગડીઓમાં અછતનો માહોલ અમદાવાદમાં હાલ સોના-ચાંદીનો ભાવ ઐતિહાસિક સપાટીએ છે. તેને જોતાં. ગ્રાહકોમાં પણ એક પ્રકારનો ખચકાટ જોવા મળી રહ્યો છે. જો કે. સોનાના વેપારીઓનું માનવું છે કે. લોકો હવે આ ભાવ સ્વીકારીને. ખરીદી માટે આગળ આવી રહ્યા છે. જો કે સોના-ચાંદીનો ભાવ વધતા. ગ્રાહકો હવે તેને એક સારા રોકાણની દ્રષ્ટિએ પણ જોઈ રહ્યા છે. અને એ જ કારણ છે. કે આ વખતે. ઘરેણાં કરતાં. લગડીની માગમાં વધારો જોવા મળ્યો છે. અને તેને પગલે. હાલ ચાંદીની લગડીમાં. અછતનો માહોલ સર્જાયો છે.