ઈરાન-અમેરિકા-ઈઝરાયલ યુદ્ધને કારણે હોર્મૂઝની ખાડી બંધ હોવાથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના સપ્લાયમાં મોટો ઘટાડો થતાં ક્રૂડના ભાવમાં ભડકો થયો અને સંકટની ઘડી સર્જાઈ છે.જેમાં અમેરિકા.યુરોપિયન દેશો,બાંગ્લાદેશ.શ્રીલંકા સહિત પાકિસ્તાન જેવા દેશોમાં પેટ્રોલ ડિઝલના ભાવ ભડકે બળી રહ્યા છે.ત્યારે ભારતમાં પણ સ્થિતિ સર્જાઈ હતી કે ક્રૂડના ભાવ વધતા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થઈ શકે છે.પરંતુ આ તમામ સંભાવનાઓ પર પૂર્ણ વિરામ મુકતા કેન્દ્ર સરકારે સીધી રીતે ઓઈલ કંપનીઓ અને આડકતરી રીતે દેશના નગરિકોને રાહત આપતો નિર્ણય યુદ્ધના સંકટ વચ્ચે કર્યો,જેમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 10 રૂપિયા ઘટાડીને 3 રૂપિયા કરાઈ. જ્યારે ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી 10થી ઘટાડી શૂન્ય કરી દીધી,જેથી વધતા ક્રૂડના ભાવથી ઓઈલ કંપનીઓ પર આવતું ભારણ ઓછું થતાં હવે તેઓ ભાવ વધારાનું પગલું નહીં ભરી શકે.,જેનો સીધો લાભ હવે સામાન્ય લોકોને મળશે.સામાન્ય જનતા પર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો બોજ પણ નહીં આવે,મોદી સરકારના આ નિર્ણયને CM ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ આવકારતા કહ્યું કે મોદી સરકારે ફરી એકવાર દેશવાસીઓ પ્રત્યેની તેમની સંવેદનશીલતા દર્શાવી જેનો સીધો લાભ સામાન્ય નાગરિકોને અને દેશને થશે.