સુરેન્દ્રનગરમાં સિવિલ હોસ્પિટલમાં આવેલી ગાંધીજીની પ્રતિમાના ચશ્મા ગુમ થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો, આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસના કાર્યકરો ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવવા ગયા ત્યારે જોયુ કે પતિમા પર ચશ્મા જ ન હતા, આ અંગે કોંગ્રેસના કાર્યકરોએ હોસ્પિટલના તંત્રને રજૂઆત કરી હતી..કોંગ્રેસ નેતાઓનો આક્ષેપ છે કે શરૂઆતમાં અમને ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો પરંતુ અમે ભારપૂર્વક રજૂઆત કરતા હોસ્પિટલના સત્તાધીશોએ નવા ચશ્માની વ્યવસ્થા કરી હતી, કોંગ્રેસના કાર્યકરોનો આરોપ છે કે..ગાંધીજીની પ્રતિમા તો છે પરંતુ તેની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે.