ગીર સોમનાથના ગીર ગઢડાથી પણ સિંહણોની લટારનો વધુ એક વીડિયો સામે આવ્યો. જેમાં એક બે નહીં પરંતુ ચાર સિંહણ રોડ પરથી પસાર થતાં જોવા મળી. જામવાળા ગીર ગઢડા રોડનો વીડિયો સામે આવ્યો. ઉલ્લેખનીય છે કે, જામવાળા ગીર ગઢડાનો જાખિયા રોડ ગીરના જંગલ વિસ્તારમાંથી પસાર થાય છે. તેના કારણે આ રોડ પર અવારનવાર સિંહ જોવા મળતા હોય છે. ત્યારે વહેલી સવારે રોડ પર સિંહણોને જોઈ વાહનચાલકોએ વાહનની ગતિ ધીમી કરી હતી. અને રોડ પસાર કરવા દીધો હતો.