લીલી પરિક્રમાને લઈને પણ મહત્વના સમાચાર.ખરાબ રસ્તાના કારણે આ વર્ષે નહી યોજાય લીલી પરિક્રમા.ગિરનાર લીલી પરિક્રમાના માર્ગ પર રસ્તાનું ધોવાણ થયું છે.પરિક્રમાના માર્ગ કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યુ.પરિક્રમાના માર્ગ પર હાલ વાહનો ચલાવવામાં હાલાકી પડી રહી છે.તેને જોતા લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે.માત્ર પરંપરા જાળવવા 100 લોકો પરિક્રમા કરશે.તંત્રએ પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરી લીધો નિર્ણય છે.યાત્રિકોની સુવિધાને લઈને લેવાયો નિર્ણય આ વર્ષે લીલી પરિક્રમા નહીં યોજાવાનો નિર્ણય લેવાયો છે. કારતક મહિનો શરૂ થયો ત્યારથી જ. સમગ્ર રાજ્યમાં માવઠાએ કેર વર્તાવ્યો છે. અને તેની જ અસર. લીલી પરિક્રમાના માર્ગ પર પણ દેખાઈ રહી છે. સતત કમોસમી વરસાદને લીધે. હાલ પરિક્રમાનો રસ્તો ખૂબ જ ખરાબ થઈ ગયો છે. અને જ્યાં જુઓ ત્યાં. કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પરિક્રમાના માર્ગ પર હાલ વાહનો પણ લઈ જઈ શકાય તેવી સ્થિતિ નથી. ભાવિકો માટેના ભંડારાની વ્યવસ્થાના વાહનો પણ અંદર પ્રવેશી શકે તેમ નથી. વહીવટી તંત્ર અને સાધુ-સંતોએ મળીને. પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યું હતું. અને તે બાદ. પરિક્રમા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે. દેવ ઊઠી એકાદશીની મધ્યરાત્રીથી. લીલી પરિક્રમાનો પ્રારંભ થતો હોય છે. આ સમયે ભગવાન વિષ્ણુ, પાતાળલોકમાંથી બહાર આવતા હોવાની માન્યતા પ્રચલિત છે. પરંતુ, આ વખતે. યાત્રિકોની સુવિધા અને સલામતીને ધ્યાનમાં લઈને. લીલી પરિક્રમા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે. અખંડ પરંપરાને જાળવવા માટે. 100 લોકો પરિક્રમા સંપન્ન કરશે.